શિકારી
શિકારી
આવ્યાં શિકારીઓ હાથીની અંબાડીએ,
કંઈક સવાર થઈ ઘોડાઓ પર આવી ગયાં,
નથી આસાન વાઘનો શિકાર કરવો,
ભલભલાને ભૂ પાવા આવી ગયાં,
સૌ બળવાન અહીં ભેગાં થયાં,
ચારેકોરથી લડવા આવી ગયાં,
ભાલાનો વાર સીધો થયો તેની પર,
ચારે તરફથી ખૂંખાર શિકારી આવી ગયાં,
"સખી" જોયાં કરે વિસ્મયથી આ પટાંગણમાં,
અહીં વિજયી બની શિકારી આવી ગયાં.
