હીરો
હીરો
મારો હીરો, તે હશે થોડો અનેરો,
અભિનય નહીં સાચું જીવનારો,
દેખાવે નહીં ચરિત્રમાં રૂપાળો,
સાચો રસ્તો લોકોને ચિંધવાવાળો,
દરેક કસોટીમાં પાર ઉતરે,
અનુસરી જેને જીવન સુધરે,
એવાં લોકો જગતમાં ઓછાં દીસે,
હોય પણ કોઈ ન જાણે એ વિષે,
વૈષ્ણવજન તણી જે વાત કહી,
એની બધી નિશાની બતાવી સહી,
એવા દુર્લભ જનને શોધી કરી,
હીરો એને ગણીને ન પસ્તાઉં જરી.
