વેકેશન
વેકેશન
1 min
232
આવ રે વરસાદ, મેહૂલિયો વરસાદ,
ઊના ઊના પીઝા ને ઊના ઊના રોટલા,
રોટલા તો ભાવે નહીં ને લાવો પીઝા,
દાદાજી તો લાવ્યા રે મજાના પીઝા,
દાદા-દાદી તો કરે તા તા થૈયા રે,
છોકરાવ તો થયા રાજીના રેડ રે,
બાળકોને તો મજા પડી ખૂબ ખૂબ,
મા તો જમાડે ખીચડી બારેમાસ રે,
ખીચડી ખાઈને કંટાળ્યા,
સારું તમે આવ્યા, દાદાએ ડંગોરો લીધો ને
ગયા દીકરા-વહુ પાસે
લાજવાળી વહુ જુવો કેવી હરખાય
રોટલાની સરખામણી હવે પીઝા હારે થાય,
દાદીજી રોટલો મસળી
વરસાવે વ્હાલ,
દાદા તો પીઝા નહીં
દાદીનો રોટલો ખાય,
ભીની માટીની સુગંધ કેવી
લહેરાય,
વરસાદી માહોલમાં સહુ
રાજીના રેડ થાય.
