લડાઈનું પરિણામ જરા જાણો
લડાઈનું પરિણામ જરા જાણો
લડાઈનું પરિણામ શું ? એ તો જરા જાણો,
યુદ્ધ કરતા પહેલા યુદ્ધનો ભૂતકાળ તો જાણો,
તડપે છે હજારો માનવ યુદ્ધ પછી મેદાનમાં
લિજ્જત માણે છે ગીધડાંઓ જરા તો વિચારો,
હજારો માના દીકરાઓને કફન પણ મળતું નથી
એ જનેતાના હૃદયમાં થતી વેદના તો જરા વિચારો,
યુદ્ધ કરાવનાર તો આબાદ ઉગરી જાય છે
નિર્દોષ હોમાય છે યુદ્ધની ચિતામાં એ તો જરા જાણો,
જીત્યા પછી જે મળે એનો ગર્વ શું કરશો
મળે છે સ્વજનોના લાશોના ઢગલા સાટે એ તો જરા વિચારો,
શાંતિ માટે જ઼ દુનિયામાં થાય છે કામ સઘળા
પણ યુદ્ધમાં ઝાઝી અશાંતિ મળે એ તો જરા જાણો,
લડાઈનું પરિણામ શું ? એ તો જરા જાણો
યુદ્ધ કરતા પહેલા યુદ્ધનો ભૂતકાળ તો જાણો.
