વાલમ તારી સૃષ્ટિ
વાલમ તારી સૃષ્ટિ
ઓ 'વાલમ' તારી સૃષ્ટિની શી વાત કરું !
નદી, પર્વત, વન, ઝરણાં સઘળું જોયા કરું.
ચાંદ, તારા, સૂરજ ચંદ્રની શી વાત કરું !
જીવજંતુ ને માનવ સૃષ્ટિ નીરખ્યા કરું,
રંગબેરંગી નિર્દોષ ફૂલડાંની શી વાત કરું !
સુવાસ મનમાં ભરીને જગમાં વહેંચ્યા કરું,
પક્ષીઓના અનેરા કલરવની શી વાત કરું !
મીઠા મધુરા એના ટહુકા સાથે આલાપ કરું,
ખળખળ વહેતા ઝરણાંની શી વાત કરું !
શિશુ થઈને એની સાથે રમતો રમ્યા કરું,
વૃક્ષોના આ શીતળ છાંયની શી વાત કરું !
વિસામો ઘડીકનો લઈ આયખું પૂરું કરું,
અત્ર તત્ર સર્વત્ર 'વાલમ' તારી શી વાત કરું !
ફુરસદમાં જેવો પડું તારી સૃષ્ટિ જોયા કરું.
