થોડું થોડું સળગવું છે
થોડું થોડું સળગવું છે
થોડું થોડું સળગવું છે
થોડું થોડું ભડકવું છે
સીધા સાપે માર્યા ફૂફાડા
આજે થોડું ડંખવું છે
સીધા બઉ ભોંયે ભટકાય
હવે ભીંત અક્કડ રેવું છે
સીધી વાતનો બક્વાસ
જીભને દાતે કચડવું છે
તારી મારી સૂત્તરફેણી
ઘારી ફક્કડ રેવું છે
બટાકાના હરઘેર શાક
સૂરણ થઈ કરડવું છે
હતો નતો થઈ ગયો હું
આ વેન્ટિલેટર કેવું છે
ખુલા આકાશે પેલું ચરકે
આ શરમ પારેવડું કેવું છે
નસીબ મારું તારા જેવું
આવું આવું ને અટકું છે
બે હાથે જો કેટલું પહોળું
આવે હાથે નાનું બટકું છે
કરો તૈયાર ચાલો લાકડા
જોમ ચિતાનું જોવું છે
મરેલાને લાગે શું બળવાનું
જીવ્યા મતલબ સળગવું છે
હજુ કહું છું દૂર રેજે ભાઈ
આ કવિતા નહિ તણખું છે
થોડું થોડું સળગવું છે
થોડું થોડું ભડકવું છે