વૃંદાવન ધામ
વૃંદાવન ધામ
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
પ્રેમ સ્નેહ રાખીને સ્મરણ અમે કરીશું,
શ્રીકૃષ્ણનું ધ્યાન દિલમાં અમે રાખશું,
ગોકુળ વનરાવન ઘરના આંગણે લાવશું,
શ્રીકૃષ્ણનું ધ્યાન દિલમાં અમે રાખશું,
શ્રાવણી આઠમે કાન્હા સાથે રમશું,
એક વાર આવે કાન્હા, સાથે અમે રમશું,
મીસરી માખણનો ભોગ ધરાવી કાન્હાને કહેશું,
દિલમાં રહે કાન્હો મારો, એમ અમે કહેશું,
ઘરનું મારું વૃંદાવન, તુલસી પૂજન કરશું,
શાલીગ્રામની સેવા કરીને પ્રભુની કૃપા પામશું,
સમભાવે સ્નેહ રાખીને જીવનમાં રહેશું,
શ્રીકૃષ્ણનું ધ્યાન દિલમાં અમે રાખશું,
ગોપ બની ગોપી બનીને, સાતમ આઠમ રમશું,
રાસ દાંડિયા સાથે ગરબા, ઘર ઘર રમશું,
મન મારું ગોકુળ ને દિલમાં વસે વૃંદાવન,
રાધે રાધે બોલીને વૃંદાવન ધામ પામીશું,
નિત્ય સેવા પૂજાને, ગીતાજીને ગ્રહણ કરશું,
યોગેશ્વર કૃષ્ણની રાહે જીવન બોધ લેશું,
પ્રેમ સ્નેહ રાખીને સ્મરણ અમે કરીશું,
શ્રીકૃષ્ણનું ધ્યાન દિલમાં અમે રાખશું.