STORYMIRROR

Nitin Sanchaniya

Drama Action

3  

Nitin Sanchaniya

Drama Action

યાદ આવી ગઈ

યાદ આવી ગઈ

1 min
11.6K


સમી સાંજની એ ઢળતી સંધ્યાએ તારી યાદ આવી ગઈ મને,


કુમકુમ રેલાયું એ ક્ષિતિજે જાણે ચાંદલો રેલાયો લલાટનો તારી યાદ આવી ગઈ મને,


ખળખળ વહેતી એ સરિતાનું જળ ને આકાશે ઊડતી કુંજ ની બેલાડ જોય તારી યાદ આવી ગઈ મને,


રણ સંગ્રામ મહીં જોતા પાળિયા ને પડઘા આવી રહ્યા તુજ વાતના ને તારી યાદ આવી ગઈ મને,


 દિશા કઈ જવું ને રસ્તો મળે નહીં મને પ્રણય ની વાત હતી સાક્ષી મારી તસ્વીર જોતાજ તારી યાદ આવી ગઈ મને,


 નાદાન છોડી દે સાધના હવે ઝંખના પૂરી થશે નહીં ને પ્રતીતિ કાયમ તારી યાદ આવી ગઈ મને.


Rate this content
Log in

Similar gujarati poem from Drama