આગેવાન
આગેવાન

1 min

218
આજ તું થજે મારો આગેવાન,
અંધ થયો હું પાપી જગતના પાપથી,
બતાવી દે નવી રાહ બચવા કોરોનાથી,
જંગલ કાપી મહેલ રચવ્યા સિમેન્ટથી,
રાવ સાંભળી મૂંગા જીવ તણી જાગ્યો તે કોપથી,
હવે કહે કહે માનવ પ્રભુ બેરો થયો કાનથી,
સમજાવ્યા હતા ઘણા તેને કેવી કેવી સાનથી,
ગયો ગુજરો થયો માનવ જરા અમથા માનથી,
રહ્યો નહિ માનવ કોઈ જીવનો સંગાથી,
પોકાર કરે પ્રતીતિ અંતરના અવાજથી,
થઈ ને મારો અગેવાન સુણજે સાદ કહું દિલથી,
અંધ થયો હું પાપી જગતના પાપથી.