છે કોણ ?
છે કોણ ?
ગગનમાં ઊડતાં પક્ષીઓનાં,
દિશા સૂચક બને છે કોણ ?
નભમાં ઘેરાયેલા વાદળોમાં,
શ્યામ રંગ પૂરે છે કોણ ?
આ ઊંચી ઉડાનની ઉમંગો,
આશા ને અરમાનો જગાડે છે કોણ ?
આ માનવીની કુણી લાગણીઓને,
હૃદયમાં જગાડે છે કોણ ?
માનવીમાં રહેલી માનવતાને,
કર્મ થકી કરાવે છે કોણ ?
