કૃષ્ણાવતાર
કૃષ્ણાવતાર


મથુરામાં થયો હાહાકાર જયારે અભિમાની કંસનો વધ્યો અત્યાચાર,
રક્ષણ કરવા સાધુ સંતને મનુષ્યનો જન્મ લીધો પ્રભુ એ ભયો કૃષ્ણાવતાર,
મધરાતે વાસુદેવ ગોકુળ ચાલ્યા
મસ્તક પર પ્રભુને ઝાલ્યા,
વરસ્યો વરસાદ ત્યારે અનરાધાર
તારી લીલા છે અપરંપાર, વિશ્વનું દર્શન કરવા ભયો કૃષ્ણાવતાર,
પગ તારો ગોકુળમાં પડ્યો
નંદ યશોદાને આનંદ ભયો,
માખણ ખાધા ગોપીઓનાં ચિત્ત ચોર્યા,
રાધા સાથે પ્રેમની રાસલીલા કરવા ભયો કૃષ્ણાવતાર,
મોરલી તારી મીઠી વાગે
પશુ પંખી ને ગાયો જાગે,
સુદામાનો મિત્ર થયો થયો એનો તું તારણહાર
મિત્રતાનું દ્રષ્ટાંત આપવા ભયો કૃષ્ણાવતાર,
ગોવર્ધન તે ઉપાડ્યો ઇન્દ્રને આપ્યો પડકાર,
સૃષ્ટિ તુજમાં સમાઈ ને તું જ એનો પાલનહાર,
માનવ જન્મ સાર્થક કરવા ભયો કૃષ્ણાવતાર,
અર્જુનનો સારથી બન્યો કર્યો તે યુદ્ધ માટે તૈયાર,
દ્રૌપદીનું રક્ષણ કરવા ભયો કૃષ્ણાવતાર,
ગીતાનું જ્ઞાન આપ્યું તું તો છે જ્ઞાનનો ભંડાર,
સર્વ વેદ તુજમાં સમાયા વિશ્વરૂપ દેખાડી કર્યો તે સાક્ષાત્કાર,
મીરાંબાઈ ને નરસિંહને ભક્તિનો માર્ગ બતાવ્યો,
અધર્મનો નાશ કરવા ને ધર્મની સ્થાપના કરવા ભયો કૃષ્ણાવતાર.