સમાજની સચ્ચાઈ
સમાજની સચ્ચાઈ


સમય બદલ્યો પણ દ્રષ્ટિના બદલાઈ
કેવી છે આ સમાજની સચ્ચાઈ
સમાજ સામે ઝૂકી ઝૂકીને
ખોવાણી છે આજે સારી માણસાઈ
ક્ષણમાં કોઈને માંન આપે ને ક્ષણમાં કરે અપમાન
માણસ તો માણસને ના છોડે એમાં શું કરે ભગવાન
દ્રષ્ટિ આપી ઈશ્વરે સારી નજરે જોવાની
છતાં પણ સમાજની દ્રષ્ટિ ના બદલાઈ
આવી છે ને રહેશે સમાજની સચ્ચાઈ
સ્ત્રી ને જે માંન આપે ને સન્માન આપે
જોવે જેને માતા ને બેન સ્વરૂપે
એવા માણસની ના બચી કોઈ માણસાઈ
મોહ માયાને લોભમાં ખોવાઈ ગઈ સાચી માણસાઈ
શંકા અને કુશંકાઓથી ભરેલી છે
સમાજની સચ્ચાઈ.
જેવી જેની દ્રષ્ટિ એવી તેની સૃષ્ટિ
જેવા જેના વિચાર એવા એના વવ્યહાર
ગુનોના હોવા છતાં ગૂનાની કબૂલાત કરાવે
એવી આ સમાજની સચ્ચાઈ
સમાજમાં રહીને સમજણમાં રેહવું
એજ છે સાચી માણસાઈ
બદલી શકાય તો જ બદલાવી સમાજની સચ્ચાઈ
સમય બદલશે પણ સમાજની દ્રષ્ટિ નહીં બદલે
એજ છે માત્ર એક સચ્ચાઈ
સાચા હશે જે એની ખોવાશે માણસાઈ
વિચારો અને સમાધાન સાથે ચાલુ રહેશે લડાઈ
સમાજમાં રહીને સમાજ સાથે બદલાશે સમાજની સચ્ચાઈ
સત્યને ટકાવા ટકાવી પડશે સાચી દ્રષ્ટિને સારી માણસાઈ