લોકડાઉન
લોકડાઉન

1 min

48
દેશમાં લાગ્યા તાળા ને થયું સંપૂર્ણ લોકડાઉન,
ના જવાય કોઈ ગામ કે ના જવાય કોઈ ટાઉન,
વ્યક્તિ અને વેપાર ને તાળા લાગ્યા,
વાયરસથી બચવા સૌ પોતાના ઘરે ભાગ્યા,
કુદરત ને કેવો વાયરસ લાગ્યો,
માણસ માણસથી દૂર ભાગ્યો,
ગંદકી ને દૂર કરવા સૌ જાગ્યા,
સાફ સફાઈમાં સૌ કોઈ લાગ્યા,
પરિવારનો સૌને સાથ મળ્યો,
સાબુ ને સેનિટાઇઝરનો સંગાથ મળ્યો,
હવે પૂર્ણ થાય આ લાબું લોકડાઉન
ખુલી જાય ગામડા ને શહેરના ટાઉન.