શિક્ષક
શિક્ષક


શિક્ષક એટલે જે શિક્ષણ પણ આપે ને શિક્ષા પણ આપે,
વિદ્યાર્થીનું જ્ઞાન વધારે જયારે તે કરી પરીક્ષા આપે,
નાનપણથી લઈને ઘડપણ સુધી નિતનવા પાઠ ભણાવે શિક્ષક,
ઘડતર પણ કરે ને ભણતર પણ કરે શિક્ષક,
શિક્ષણનો ભંડાર છે શિક્ષક,
જ્ઞાનનો વિસ્તાર છે શિક્ષક,
શિષ્યોને માર્ગ બતાવતા ગુરુ છે શિક્ષક,
જીવનની દરેક ક્ષણમાં હિંમત આપતા સૌ છે શિક્ષક,
સ્કૂલમાં તો માત્ર શિક્ષક ભણાવે,
પણ જીવન તો છે મનુષ્યનો સાચો શિક્ષક.