વરસ્યો મેહુલિયો મુશળધાર
વરસ્યો મેહુલિયો મુશળધાર
વાદળ ગરજે વીજળી ચમકે વર્ષે તું અનરાધાર
મહેકી ધરતી ને ગુંજયું આકાશ આજે વરસ્યો મેહુલિયો મુશળધાર
આભેથી વરસતો કયારેક તો ક્યારેક આંખોથી
કોઈના પ્રેમનો થયો હશે આજે પહેલો ટહુકાર
ને કોઈના હૃદયથી નીકળ્યો હશે રૂદનનો રણકાર
ઉછળતી દરિયાની લહેરો બોલે આજે વરસ્યો મેહુલિયો મુશળધાર
સુંદરતા કુદરતની વસે છે તુજમાં
ઇન્દ્રનો તું છે અવતાર
મોર ટહુકે શેરીએ શેરીએ
ગુંજી ઊઠે એ રળિયામણો ટહુકાર
આજે વરસ્યો મેહુલિયો મુશળધાર
ઝરમર ઝરમર શાંતિમાં રોમાંન્ચ વધે
થાય પ્રેમનો એકરાર
ક્યારેક ખુલે આંખો ત્રીજી શિવની
તો મચાવે વિશ્વે હાહાકાર
મેહુલ અને મેઘનો કેવો છે આ મલ્હાર
ઝરમર ઝરમર કરતા કરતા વરસ્યો મુશળધાર
મહેકી ધરતી ને ગુંજ્યું આકાશ વરસ્યો આજે મેહુલિયો મુશળધાર.