એ દિવસો ફરી આવશે
એ દિવસો ફરી આવશે


અંધકાર છવાયો છે વિશ્વમાં તો શું થયું,
વિશ્વાસનું અજવાળું ફરી પથરાશે,
છૂટા પડી ગયેલા સ્વજનોને ફરી મળાશે,
ભૂલાઈ ગયેલા એ સોનેરી દિવસો ફરી આવશે,
આશા ને વિશ્વાસનાં દીવાઓ ફરી પ્રગટાશે,
નવી ઉમંગ ને નવા આનંદના એ દિવસો ફરી આવશે,
ઈશ્વરના દ્વાર બંધ છે તો શું થયું,
સંયમ ને સમજદારીના દ્વાર એજ ઈશ્વર ઉઘાડશે,
બાળકોનો ખીલખીલાટ ફરી કોઈને હસાવશે,
આઝાદીની ક્ષણ હાર કોઈ મનાવશે,
વિસરાઈ ગયેલી યાદો ફરી યાદ આવશે,
નવા દિવસો ને નવી રાત ફરી આવશે,
આનંદ ને ઉલ્લાસના એ દિવસો ફરી આવશે,
અંધકાર દૂર કરી વિશ્વાસનો ઉજાસ ફરી લાવશે,
એ દિવસો ફરી પાછા આવશે.