STORYMIRROR

Neeta Chavda

Fantasy Others

4  

Neeta Chavda

Fantasy Others

મેહુલા તને ઝાઝી ખમ્મા

મેહુલા તને ઝાઝી ખમ્મા

1 min
259

આવ્યો અષાઢી આ મેહુલો ને

જાણે આભલિયે રેડ્યા ઝાઝા નીર રે

મેહુલા તને ઝાઝી ખમ્મા.... 


ઓતરની ચડી એક વાદળી ને

એવી દખ્ખણમાં ચમકે વીજ રે

મેહુલા તને ઝાઝી ખમ્મા.... 


લટકાં કરે છે ઓલા ઝાડવાં ને

જાણે પાંદડીએ ટપકે લીલો રંગ રે

મેહુલા તને ઝાઝી ખમ્મા.... 


કળા કરંતો રૂડો મોરલો ને

સાથે નાચે છે નમણી ઢેલ રે

મેહુલા તને ઝાઝી ખમ્મા.... 


ધોળિયાને ડોકે રૂડા ઘૂઘરા ને

ધૂંસરીએ રેશમની રાશ રે

મેહુલા તને ઝાઝી ખમ્મા.... 


અત્તર ભળ્યું છે જાણે ભોંયમાં ને

એવી માટીની ભીની સુગંધ રે

મેહુલા તને ઝાઝી ખમ્મા.... 


ધરતીએ ઓઢી લીલી ઓઢણીને

જાણે પરણે છે લાડકો વીર રે

મેહુલા તને ઝાઝી ખમ્મા.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy