શૂન્યતા
શૂન્યતા


હતી એ કોઈ હકીકત કે કલ્પના હતી,
તમે ગયાં તો શૂન્યતા મારાં મનમાં હતી!
ન હતી કોઈ આશા કે કોઈ અપેક્ષા ફરી,
રહી જે નિરાશા હવે મારાં કફનમાં હતી!
દિલની વાતો સમજનાર બહુ ઓછા છે,
એથી જ તો પતઝડ મારાં ચમનમાં હતી!
કરવા માટે ખૂબ કરી હતી પ્રતીક્ષા તમારી,
તમને જોવાની ચાહના મારાં નયનમાં હતી!
ખાલી હથેળી લઈ ને હું પાછો ફર્યો હતો,
લાગણીની રેખાઓ મારાં વજનમાં હતી!