ભૂલાવી ના શકું
ભૂલાવી ના શકું


વિચારો ને હું હવે શમાવી ના શકું,
તમને થોડું પણ હું ભૂલાવી ના શકું,
તમારી દિલ્લગી ખૂબ મોંઘી પડે છે,
જીવન ખર્ચી ને હું વસાવી ના શકું,
હવે ક્યાં એ વાત છે આ મોસમમાં,
રણમાં વરસાદ હું વરસાવી ના શકું,
ખુદા ! તારી મહેરબાની છે કેમ માનું ?
જરાક પણ હાસ્ય હું રેલાવી ના શકું,
મળવાની ક્ષણ ને કેટલી યાદ કરું હવે,
કથા કોઈ પૂછે તો હું સુણાવી ના શકું.