ચિરાગ
ચિરાગ
કાશ મળી જાય મને ચિરાગ અલાદીનનો,
પુરા કરું સપના, થાય ભાર હળવો મનનો.
મેહનતની વાતો સાંભળી જાગે ઉત્સાહ મારો,
આજુબાજુ જોઉ તો ફરી જાય મરી પરવારો.
ઘણાં કાંડ થઈ રહ્યા દુનિયાના પડપર
જીવવું મુશ્કેલ થઈ ગયું જીવન ખડતર.
વિશ્વાસઘાતની ચરમસીમા ઓળંગી ધરાપર,
મૌજ કરે મસ્ત બની, જરા તો ડર.
થયા વ્યસ્ત ખુરશી નીચેથી આપે છે દામ.
પુરણ કરે પોતાનું નાનકડું પણ મહત્વનું કામ.
ચોરી પરીક્ષાની કરી ચતુર કહેવાતો,
ગરીબડાની ફાટેલી જ ધાબડીમાં છેદ તું પાડતો.
શરમ ની વાત તો નેવે મુકાઈ ગઈ
માતાની મમતા પણ લાલચે સુકાઈ ગઈ
શરમ ની વાત તો હવે નેવે મુકાઈ ગઈ.
માતાની મમતા પણ લાલચે સુકાઈ ગઈ.
ચિરાગના જીનને બોલાવી દરેકને ધોવડાવું,
અપ્રામાણિક જીવોને પ્રમાણિકતાથી નવડાવું
ઘસું ચિરાગને, જીનને કહુ મારી પવિત્ર ધરા,
દરેક પાપ કર્મથી મુક્ત કર તો જરા.
