STORYMIRROR

Minakshi Jagtap

Abstract Inspirational

4  

Minakshi Jagtap

Abstract Inspirational

આવ્યો રૂડો તહેવાર

આવ્યો રૂડો તહેવાર

1 min
393

શિક્ષકોનો આજે આવ્યો રૂડો તહેવાર

દૂર કરતા જેઓ જગનો અંધકાર...


હું પણ બનીશ આજે માસ્તર

નહીં કોઈ પુસ્તક ને દફતર

સખીઓ પણ કહેશે મને ટીચર

જાઓ ચાલો જઈને બેસો ભીતર,


આવે છે મને ભૈ વિચાર હજાર

શિક્ષકોનો આજે આવ્યો રૂડો તહેવાર...


મનગમતો હું તો વિષય ભણાવું

આંકડાઓના દાખલા ગણાવું

સંખ્યાઓની રમત રમાડું

ગણિતનો આજે હું ભાર ઉતારૂ,


એકડા બગડાનો જુઓ વ્યવહાર

શિક્ષકોનો આજે આવ્યો રૂડો તહેવાર...


આજે સમજાઈ મને વ્યથા તમારી

ચૂપ બેસાડવામાંજ હું થાકીને હારી

ભૂલ હવેથી અમો લઈએ સુધારી

થેંક યુ ટીચર ફોર સહનશક્તિ તમારી.


અમે કરીએ છે વંદન સૌ વારંવાર

શિક્ષકોનો આજે આવ્યો રૂડો તહેવાર.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract