દેવદૂત
દેવદૂત
પોતાના જીવના જોખમે, જીલ્યું કોરોનાનું આહવાન છે
એટલે તો કોરોના વોરિયર્સને મળ્યું ‘દેવદૂત’નું બહુમાન છે,
સરહદ પર લડનારા સૈનિકોને પણ જરૂર પડતી હોય છે એમની
કોરોના વોરિયર્સ છે સાચા હીરો, જે સમાજ માટે નિષ્ઠાવાન છે,
કોરોના વોરિયર્સ સંભાળતા હોય છે એક સાથે ઘણા બધા મોરચા
પોતાના જીવ પર રમીને, આપે બીજાને જીવનદાન છે,
કોરોના વોરિયર્સ આપે છે ઘણો બધો ભોગ સમાજ માટે
સહકાર આપીને એમને, આપણે દિલથી કરવાનું એમનું સન્માન છે,
‘હું પણ કોરોના વોરિયર્સ’ની ભાવનાને કરવાનું છે સહુએ ચરીતાર્થ
કોરોના સામેના યુધ્ધમાં સહુએ કોરોના સામે બનવાનું દરવાન છે.
