STORYMIRROR

Minakshi Jagtap

Romance

4  

Minakshi Jagtap

Romance

અશ્રુભીની આંખ

અશ્રુભીની આંખ

1 min
408

ભાવનાઓના સહવાસથી બને છે યોગ,

તારું મારૂ મળવું હતો એક સંજોગ.


હારેલી જીંદગીની પળ હતી અસહ્ય મારી,

બેઠી હતી એકાંતમાં બની દુખીયારી.


મૈત્રીભાવનું બંધનથી સાથ આપવો પડે,

 અસહ્ય ત્રાસ જોઈ મારો વળગ્યો ગળે.


તારા સ્પર્શ માત્રથી મને કંઈ તો હતું થયું,

શું હતું એ સ્પંદન એ તો હજી ન સમજાયું.


નયનોમાં તારા મુજ પર વરસતું પ્રેમ જોઈ,

મુખના ભાવથી મારી પણ આંખલડી અંજાઈ.


હાથમાં હાથ પરોવી નીકળી પડ્યા દૂર,

મૈત્રીથી ઉપર નો સબંધ વધ્યો ધડક્યા બેઉના ઉર.


ઈશને વિનવું છું વરસતો વરસાદ આમજ રહે,

વિયોગમાં અશ્રુભીની આંખ મારી હવે ના વહે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance