STORYMIRROR

Minakshi Jagtap

Abstract Inspirational

4  

Minakshi Jagtap

Abstract Inspirational

જીવતરના પાઠ

જીવતરના પાઠ

1 min
230

ચાલ જિંદગી જરા અવનવો આસ્વાદ લઈએ,

હારેલા અંતરમનને ફરીથી ઉત્સાહિત કરીએ,


એક રાહપર ચાલીને કંટાળી ગયો આ જીવ

ચટણી સમ જીવનના પળોનો સ્વાદ ચાખીએ,


તારુ મારું કરતા કડવો સ્વાદ ભેળાય ગયો છે,

પ્રિય સંબંધોના સ્વાદમાંથી કડવાશ દૂર કરીએ,


અલ્યા સ્વાર્થની વાળ પોટલી ફેંક એક ખૂણે,

મધુર અંતરમને માયાનો રંગ સ્વીકારી લઈએ,


નથી દરેક વખતે મીઠડું બનવાની જરૂર તને 

ખટમીઠાં સપનાઓ સાકારવાનો પ્રયત્ન કરીએ,


એક જ સ્વાદથી જીભડી પણ મોં મચકોડતી

સુખ દુઃખ, હસી મજાક સાથે વાટી લઈએ,


વાનગીઓ અલગ હોય તો હોય ચટણીય અલગ, 

દરેક પ્રસંગ અલગ ભાવનાઓથી ભરી લઈએ,


સુખના પ્રસંગમાં ક્યારેક અશ્રુઓ પણ વહે છે,

દુઃખનાં પ્રસંગમાં ભાવી સુખને શોધી લઈએ,


કેટલીક વાનગીઓ ખવાય નહીં ચટણી વગર,

પરિવાર સાથે નીજ ભાવનાઓ વહેંચી લઈએ,


અવનવી ચટણીઓ પાઠ ભણાવે જીવતરના,

સાથ સહકારનો સંગ જરૂરી છે, શીખી લઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract