પવિત્ર બંધન
પવિત્ર બંધન
1 min
362
ભાઈ બેનડીનું અનોખું સગપણ
મમતાની માયાનું નામ રક્ષાબંધન,
પવિત્ર શ્રાવણમાં આવતો આ ઉત્સવ
પાવનકારી સગપણનો અનેરો ઉદભવ,
રાખડીના તાંતણે બંધન નાજુક બંધાવું,
અંતરના તારથી મારી માયા પધરાવું
હોઈશ જ્યાં ત્યાં યાદ મારી રાખજે,
આપેલા વચન થકી રક્ષણ કરજે,
સફળતાની સીડીઓ ચડીશ સદાય
બેનડીના મનમાં મમત્વ હરખાય,
કુમ કુમ તિલક ભાલ પર શોભાવું
ભાઈ તારા મુખચંદ્રને આત્મે વસાવું,
શુભકામના સાથે બેસી ઈશના ચરણે
મનની વાત જાણી આવજે પરાણે,
ભઈલા તને મારા લાખ લાખ છે આશિષ
આ સંબંધ નિભાવવાની કરજે રે કોશિશ.
