Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Minakshi Jagtap

Abstract Inspirational

4  

Minakshi Jagtap

Abstract Inspirational

કૃતઘ્ન માનવી

કૃતઘ્ન માનવી

1 min
238


ના ભૂલતા ઉપકાર સ્વજનનો 

ભલે ને હોય સે'જ તલ માત્રનો

ઉપકારને અપકારથી લજાવતા

જરા તો કર વિચાર ઈશ્વરનો,


સમય સમયની વાત થતી હોય 

સંકટ સમયે બધા દેવો ભજાય

ગરીબડી જિંદગી દલદલમાં ફસાય

ટપોટપ અશ્રુઓ આંખોથી છલકાય,


ઈશ્વર પણ મોં ફેરવતો દેખાય

દસે દિશાએ મદદની પોકાર થાય

અંતકરણ જીવન મરણમાં બંધાય

આશાની કિરણ દિલથી શોધાય,


થાક્યા વગર પ્રયત્ન થતા જાય

દરેક વ્યક્તિત્વમાં દેવદૂત દેખાય

તે જ સમયે અનેરી ભેટ મળી જાય

હારેલી જિંદગીમાં ચમત્કાર થાય,


મદદગારમાં ઈશ્વરનું દર્શન થાય

બધા દુઃખોનું હરણ થઈ જાય

સમય સમયનું કામ કરી જાય

હારીને જીતેલો વિસરતો જાય,


પણ યાદ રાખ હે કૃતઘ્ન માનવી 

રાત પછી દિવસ, દિવસ પછી રાત થાય,

અહંકારથી ભલે નાણાં પરત કરાય,

સમય અને ક્ષણ કદી ના પરત કરી શકાય.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract