Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Minakshi Jagtap

Inspirational

4  

Minakshi Jagtap

Inspirational

જવાબદારી

જવાબદારી

1 min
245


ભલે બનાવી ઈશ્વરે ફાની દુનિયામાં નારી

તો શું એના પર બધી જ જવાબદારી ?


પુત્રી જન્મથી જ મોં મચકાડતો આ સમાજ

કેમ નારી વિના નથી થતા પુરણ કામકાજ ?


હર રીત પરંપરામાં અટવાતી નાર નિત્ય,

બંધનમાં રાખવાનો પુરુષ શોખ એજ છે સત્ય.


હોય મૂલ્ય સમાન બન્નેનું સંસાર સાગરે

તોય બેવડી જવાબદારી લઈ આ નાર ફરે.


પ્રગટ થતી ઈચ્છા ત્યાજ દબાવી દેવાય

બળતા અંતકરણની વાત કોને કહેવાય ?


ઘરવખરી સંભાળતી નારી ઓફિસેય જતી.

અસંખ્ય વિચારોની ધારા સતત વહેતી.


તોય થાક્યા વિના ધગશથી ઊભી રહેતી,

દરેક સંબધોમાં નિજ અમીટ છાપ છોડતી.


નારીની વ્યથા કથા નાર જ જાણે રે

તેની મમતાની છાયામાં સમગ્ર સૃષ્ટિ તરે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational