ક્ષમાભંડાર ઈસુ
ક્ષમાભંડાર ઈસુ


ના નયન વરસ્યા અંગાર,
ઈસુ ક્ષમા તણા ભંડાર.
ના ઉપાલંભ શબ્દ ઉચ્ચાર,
ઈસુ ક્ષમા તણા ભંડાર.
જડાયા ખીલા દેહ મોઝાર,
વહેતી હતી રુધિરધાર.
તોયે ક્ષમા બક્ષિસ વિચાર,
ઈસુ ક્ષમા તણા ભંડાર.
ધર્યું વીરભૂષણ હથિયાર,
જેનું જીવન આરપાર.
રહી કુરબાની યાદગાર,
ઈસુ ક્ષમા તણા ભંડાર.
કર્યો પ્રેમસંદેશ પ્રચાર,
સમર્પણ જીવન શણગાર.
સામ્ય વિચારને વ્યવહાર,
ઈસુ ક્ષમા તણા ભંડાર.
સહીને વિટંબણા અપાર,
પ્રેમસભર જેનો આચાર.
અમર નામ જેનું સંસાર,
ઈસુ ક્ષમા તણા ભંડાર.