મનનો માણીગર
મનનો માણીગર
તું છે મારો મનનો માણીગર
સાથ મળે તારો તો શું છે ફિકર,
છેલ છબીલો નખરાળી આંખો
ઝંખતી નજર મુજ મનમાં ઝાંખો
દૂર થઈને એકરૂપ જેમ દૂધ સાકર
સાથ મળે તારો તો શું છે ફિકર,
વૃક્ષને લપેટતી તરુલતા જેમ હું
ધડધડતા હૃદયમાં નિત્ય વસે તું
સાહેબો તું મારો હું તારી ચાકર
સાથ મળે તારો તો શું છે ફિકર,
વસંતે વનમાં મન મયુર થનગને
અંતરાત્મા થકી નાથ વરી છું તને
તુજ પ્રેમ સાગરથી ભરીને ગાગર
સાથ મળે તારો તો શું છે ફિકર.