STORYMIRROR

Minakshi Jagtap

Romance

4  

Minakshi Jagtap

Romance

સ્પર્શ પ્રેમ પ્રતિક

સ્પર્શ પ્રેમ પ્રતિક

1 min
233

અગણિત પ્રેમના પ્રતિક સમાન એક છે સ્પર્શ,

વ્યક્ત કરતું તન અને મનમાં હર્ષ ઉભરાય.


તારા સ્પર્શના હૂંફથી ગળે ડૂમો ભરાઈ જાય,

વાત્સલ્ય નેત્રોમાં જોઈ અશ્રુધારા છલકાય.


સ્પર્શ સંસ્પર્શના ભાવ, અનેરા હેતુઓથી થાય,

ઓળખી લેતું હૃદય કહેવાની શી જરૂર વર્તાય ?


માયારૂપી સંસારમાં પ્રાણીમાત્રને જરૂર જણાય,

પ્રેમ વિના જીવનમાં જીવન કેમ જીવી શકાય?


માથે વડીલોનો સ્પર્શ આશિષ આપતાં જાય,

પીઠ થપથપાવે તો મનમાં ગર્વની લાગણી થાય.


હાથમાં હાથનું મિલન પ્રેમ સંબંધે બંધાય,

જેમા મિત્રોના અવ્યક્ત ભાવો સ્પષ્ટ દેખાય.


અબોલ પ્રાણીઓ પણ હુંફના સ્પર્શથી હરખાય,

દરેક જીવ સૃષ્ટિના હૈયાને પ્રેમની ઝંખના થાય.


Rate this content
Log in

Similar gujarati poem from Romance