કામે લાગો હવે
કામે લાગો હવે


જાગવાનો સમય આવ્યો જાગો હવે,
થાક ખાધો ઘણો કામે લાગો હવે.
ચાર આંટા તો ધીમેથી દોડ્યા તમે,
છેલ્લો ફેરો છે મુઠ વાળી ભાગો હવે.
આગ લાગી છે મારા હ્રદય ભીતરે,
કોઇ તો રાગ મલ્હાર રાગો હવે.
શ્વાસ સઘળા જપે છે હવે રામ રામ,
કાળ તારું ગજું શું ? રે આઘો હવે.
ઇશ્વરે આપી'તી ચોખ્ખી ચાદર 'વિજય',
ડાઘ પાડ્યો તે કાઢો આ ડાઘો હવે.