STORYMIRROR

Vijaykumar Jadav

Others

2  

Vijaykumar Jadav

Others

"ચિનુ ચાલ્યા ગયા"

"ચિનુ ચાલ્યા ગયા"

1 min
2.3K


પૂછ્યું કલમને એક કવિએ
છે કેમ મૌન તું આટલી?
ને હૈયું ય તારું ભારેખમ કાં થયું છે?
આંખો ય આ લાલચોળ ને સૂઝેલી કેમ છે?

'લખને કાંઈક...એકાદ ગીત લખ,
ગઝલ લખ,
મુક્તક લખ,
હાઇકુ લખ,
ટૂંકમાં તને ગમે એવી કવિતા લખ...

ત્યારે
ભરાઈ આવેલા ગળાના ડૂમાએ
અને
ઓચિંતા તૂટી પડેલા આકાશી આઘાતે
શબ્દ એકે ય મોઢેથી ઉચ્ચારવા તો ન જ દીધો!

પણ...
કલમે માંડ મહેનતે કાગળ પર એક અક્ષર પાડ્યો...
"ચિ"...
ત્યાં તો ઉભરાઈ આવેલી આંખમાંથી
દદડેલા બોર જેવડા આંસુએ
એ ..."ચિ"... ને તત્ક્ષણે જ ભૂંસી નાખ્યું...
દીધો દિલાસો પુનઃ કવિએ કલમને,

ને-
દાખવી હિંમત કલમે
કૈંક એવું લખ્યું,
કે...
કરું શું લખીને 'કવિરાજ'
થયું છે વિશ્વ નખશિખ ગળાડૂબ શોકસાગરમાં...
મણકો મોંઘેરી માળાનો એક ખરી પડ્યો,
"ચિનુ" ચાલ્યા ગયા...

લખીને શું કરું "વિજય"?
"ઇર્શાદ"... "ઇર્શાદ"... કોણ બોલશે...?


Rate this content
Log in