બાળી દીધી
બાળી દીધી
વાસના ઘરમૂળમાંથી બાળી દીધી
મૂળમાંથી જાત મે ઉજાળી લીધી
જિંદગી આખી સુખેથી જીવવાના
ભરજવાની જેણે પણ સંભાળી લીધી
સંગ કરવો હોય તો સજ્જનનો કરજે
કાં કુસંગત શૂળ કેરી ઝાળી કીધી?
શ્વાસશ્વાસે મારા સદ્ગુરુને રટું છું
મોતને પણ કૈંક વેળા તાળી દીધી.
આ જગતમાં મન હવે લાગે નહીં કઇ
જ્યારથી સદ્ગગુરુની દુનિયા ભાળી લીધી.
શ્વાસની ગતિ ધીમી થઇ ને ઉડ્યો ગગને,
લાખ ચોર્યાસીની ચિંતા ટાળી દીધી.
