બંધ બારી ખોલી નાખો
બંધ બારી ખોલી નાખો
1 min
26.8K
બંધ બારી ખોલી નાખો,
ગ્રંથિ મનની છોડી નાખો.
આંખ છે તો આવશે આંસુ,
ઘરના ખૂણે રોઈ નાખો.
શું ! સમય ઓછો પડે છે?
રાત દિવસ જોડી નાખો.
જેને દિગંબર થવું હોય,
વિષ વિષયનું અૉકી નાખો.
તો જ આ ગુનાઓ મટશે,
મારી મારી તોડી નાખો.
કોણ વેપારે છે દારૂ ?
પોટલીઓ ફોડી નાખો.
વાત મનની મનમાં રહી જાય,
એના કરતાં બોલી નાખો.
ધન તો અઢળક લાગવાનું,
શ્રમતણું બી રોપી નાખો.
લાલચી પકડાઈ જાશે,
માત્ર અહી એક કોડી નાખો.
પણ 'વિજય' એમાં જશે શું?
હાથ બસ બે જોડી નાખો.
