STORYMIRROR

Vijaykumar Jadav

Others

2  

Vijaykumar Jadav

Others

શૌર્ય ગીત

શૌર્ય ગીત

1 min
16.3K


મક્કમ કરીને મન તું જા ચાલ્યો આગળ,
ફેરવીને પૂંઠ તું  જોઇશ મા ફરીને પાછળ...
મક્કમ કરીને મન...

આવશે ડુંગરા કાંટા, કાંકરા ને ઝાંખરાતણા,
પહોંચીશ મધદરિયે ને મંડાશે સંકટના વાદળ...
મક્કમ કરીને મન...

હિંમત તારી ખોતો ના, તડકો છાયો જોતો ના,
કેડી તારી કરજે ચોખ્ખી છોને આવે ગાંડા બાવળ...
મક્કમ કરીને મન...

મોસમ પણ રે'શે બદલાતી પૂછ્યા વિના પરબારી,
ચીરનાં તારા ઊડતા હશે ચીથરાં ને શિયાળે પડશે ઝાકળ...
મક્કમ કરીને મન...

ઉર તારું જો ઉભરાશે તો  રે'શે મંજીલ વાટમાં,
"વિજય" તેથી તમે પ્રિયજનને લખશો મા કાગળ...
મક્કમ કરીને મન...


Rate this content
Log in