STORYMIRROR

Bhumi Ladumor

Abstract

3  

Bhumi Ladumor

Abstract

એક સ્ત્રીની કહાની .. મારું શું ?

એક સ્ત્રીની કહાની .. મારું શું ?

1 min
207

શરીર મારું પીઠી તમારા નામની ....

હથેળી મારી મહેંદી તમારા નામની...

માથું મારું ઓઢણી તમારા નામની...

માંગ મારી સિંદૂર તમારા નામનું...

નાક મારું ચૂંક તમારા નામની..

ગળું મારું મંગળસૂત્ર તમારા નામનું..

મોટા ને પગે હું લાગુ અને 'સદા સુહાગન'ના આશીર્વાદ તમારા નામના..

બીજું તો બીજું કડવા ચોથની વ્રત પણ તમારા નામના..

કોખ મારી, લોહી મારું, દૂધ મારું અને છોકરાઓ તમારા નામના...

બધું જ તમારા નામનું છે, મારી પાસે,

આખરે તમારા પાસે શું છે... મારા નામનું ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract