STORYMIRROR

Bhumi Ladumor

Romance

4  

Bhumi Ladumor

Romance

કે હવે એ નહિ ચાલે

કે હવે એ નહિ ચાલે

1 min
421

કર સ્પર્શ મારા મનને હવે,

તું અડે ફક્ત તનને મારા,

હવે એ નહિ ચાલે.


ચૂમ મારા હદયને હવે 

તું ચૂમે ફક્ત મારા હોઠોને 

હવે એ નહિ ચાલે.


ભર સિન્દૂર મારી માંગમાં 

 તું આપે ફક્ત વિશ્વાસ 

હવે એ નહિ ચાલે.


લે આલિંગન મારા સ્વપ્નાઓનું પણ 

તું બાથ ભારે ફક્ત શરીરને,

હવે એ નહિ ચાલે.


હું ખોટી છું એ સાબિત કર, 

તું જ ફક્ત સાચો ઠેરે, 

હવે એ નહિ ચાલે..


કર સ્મરણ મારા સારા કામોનું પણ,

તું ફક્ત ભૂલો જ જણાવે

હવે નહિ ચાલે.


મળાવ ક્યારેક મને તારા માત - પિતાથી પણ 

તુ મળાવે ફક્ત મિત્રોને,

હવે નહિ ચાલે.


મળ મને ક્યારેક મારા સમયે પણ,

મળે મને ફક્ત તું તારા સમયે,

હવે નહિ ચાલે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance