ભારતમાતાનો લાલ
ભારતમાતાનો લાલ
હમસફર બન્યાં રાજા - રાણી
આગળ વધી એમની પ્રેમકહાની,
હમસકલના સ્વાગતની કાગડોળે રાહ જોવાતી,
આજ ભર્યું છે શ્રીમંત રાણી નું
રાજાની ખુશીઓ છે બેવડાઈ,
સિંહ આવશે પરાક્રમી રાજાનો કે,
સિંહણ જન્મશે બહાદુર રાણીની.
નજરો તાકીને બેઠાં છે બધાં,
નવા મહેમાનના સ્વાગતની,
ઉતાવળું મન થયું છે ઘેલું રાણીનું,
કાલુ કાલુ સાંભળવા શબ્દ "મા",
લાત પણ વહાલી લાગતી હતી ને,
તન તલ્લીન થઈને નાચ્યું છે રાણીનું,
લાખો સપનાંઓ સાથે બોલ્યું રાણીનું મન,
કૃષ્ણ જેવો હશે કાળો નટખટ કે,
હશે રાધા જેવી ગોરી ઢીંગલી ?
"ક" થી શરૂ થશે નામ એનું કે,
"ખ" થી શરૂ થશે નામ એનું ?
હશે દાદા જેવો ભારે અવાજ કે,
હશે દાદી જેવો તીણો અવાજ ?
હશે માંજરી નાની આંખો પોતાનાં જેવી કે,
હશે પહોળી કથ્થઈ આંખો રાજા જેવી ?
હશે પોતાના જેવો શાંત સ્વભાવનો કે,
હશે રાજા જેવો ઉતાવળિયો ?
હશે એ મામાના જેવો કલ્પનાનો કલાકાર,
કે હશે કાકાના જેવો ટેકનોલોજીનો માસ્ટર ?
રાણીના મનની વાત સાંભળીને બોલ્યાં રાજા,
માનવ સેવાને જે માને પ્રભુસેવા,
એવો હોવો જોઈએ આપણો રાજકુમાર
ઊંચ નીચનો ભેદભાવ ન રાખે.
કરે જે બધાંનું સન્માન,
હોય જે લોકપ્રિય અને અજાતશત્રુ,
અહિંસા પરમોધર્મનો સિદ્ધાંત હોય જેની પહેચાન,
રોશન કરે જે નામ ભારતવંશનું,
ત્યારે કહેવાશે એ આપણો રાજકુમાર
રાજાની આંતરિક સુંદરતાની વાત સાથે થયાં રાણી સહમત
ને રાજાની આંતરિક સુંદરતાના વિચારના રાણી બન્યાં પ્રશંસક !
