STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

3  

Bharat Thacker

Abstract Inspirational

નાની નાની વાતો

નાની નાની વાતો

1 min
267

નાની અને સીધી-સરળ વાતોનું મહત્વ છે ભારી

ખરેખર, નાની સરખી કાળજી અટકાવી શકે આ મહામારી,

 

કાળમુખા કોરોનાની તાકાત છે જલ્દીથી ફેલાતું સંક્રમણ

સંક્રમણને વધતું અટકાવવા ’માસ્ક’નો ઉપયોગ છે ચમત્કારી,

 

કોઈ કશે નથી ભાગી જવાના, મળવાનું રાખો હમણા મુલતવી

સામાજીક અંતર જાળવવામાં ક્યાંય ના રાખશો છટકબારી,

 

સ્વચ્છતાનું શાસ્ત્ર, સફાઈનું વિજ્ઞાન અને એ જ છે સ્વાસ્થ શાસ્ત્ર

વારંવાર સાબુથી હાથ ધોવામાં રાખવાની નથી બેદરકારી,

 

ડરવાનું નથી અને બચવાનું છે અવનવી સલાહો અને અફવાઓથી

સાચી અને વૈજ્ઞાનિક સમજણ અપનાવવામાં જ છે સમજદારી,

 

આટલા ટૂંક સમયમાં વૈજ્ઞાનિકોએ રસીની કેડી છે કંડારી

લઈ લેજો બે ડોઝ સમયસર, સમજીને સમયની બલિહારી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract