હું માસ્ક છું
હું માસ્ક છું
જુઓ મિત્રો,હું માસ્ક છું,
આજકાલ બહુ ખાસ છું,
પહેલા તો વપરાતો માત્ર ઑપરેશનમાં,
ખાસ કિસ્સામાં, ડૉક્ટરનાં અભ્યાસમાં,
આવ્યું વરસ વીસનું, ને થયું આભાસમાં,
વિના મારા ના ચાલ્યું હવે, આ સંસારમાં,
પૂર્વ દિશામાં ઉદ્દભવ્યો ચામાચીડિયામાં,
આવ્યો વાયરસ છેક ચાઇનાનાં વુહાનમાં,
એકબીજાને બચાવવા, લાગ્યો હું કામમાં,
મોઢું છૂપાવવા નહીં પણ ચેપથી બચવામાં,
અલગ- અલગ આકાર ને અલગ છાપમાં,
ક્યાંક ફેશન બની તો ક્યાંક ફરિજીયાતમાં,
મહત્વ મારૂ વધ્યું ખૂબ જ જોતજોતામાં,
બીક બતાવી ભાવમાં લૂંટયા શરૂઆતમાં,
દંડ શરૂ કર્યા આખે આખા ગુજરાતમાં,
ભારે કરી ભઈલા મોર બોલ્યા રાતમાં,
બચાવી રહ્યો છું ઘણાંને હું મહામારીમાં,
મને પહેરનારને એક વરસનાં આ રાજમાં,
છેલ્લે તો હવે એકે નહીં ચાલે કામકાજમાં,
કેહે છે કે હવે હોય જો તમે ડબલ માસ્કમાં,
જુવો મિત્રો, હું માસ્ક છું,
આજકાલ બહું ખાસ છું.
