મારી ભીતરની ઉજવણી
મારી ભીતરની ઉજવણી
ભીતર ખુદની ઉજવણી કરો તો હું જાણું,
ખુદને એકવાર સમજી જાણો તો હું જાણું,
અનેકવાર આપણા સૌનાં સપના ખોવાયા છે,
વિખરાયેલા અરમાનોને ભેગા કરો તો હું જાણું,
ઊંચે આકાશમાં ઉડવાના અભરખા હતાંં,
એના માટે પાંખ ફરીથી લાવો તો હું જાણું,
પાતાળમાંથી પાણી કાઢવાના જોર ઘણા હતાંં,
આચમનમાં ઝાકળબિંદુ પાસે લાવો તો હું જાણું,
શબ્દોની સાથે રમત રમવાના સૂર ચાલ્યા હતાં,
એક નાનકડી પણ કવિતા લાવો તો હું જાણો,
સંબંધોના ગૂંચવાડામાં વમળ બની ફર્યા હતાં,
એમાંથી કોઈ એક અંગત લાવો તો હું જાણું,
મિત્રતાનાં સોંગંધ આપી આગળ વધ્યા હતાં,
કોઈ એકને ફરી પાછા જો લાવો તો હું જાણું,
ખુદનાં અજવાળામાં ઉજવણી કરો તો હું જાણું,
મારી અંદર રહેલી દિવાળી ઉજવો તો હું જાણું,
