મારા ગુરુ
મારા ગુરુ
વિશાળતા જેનામાં ભરી,
વડલા જેવી જેની છાયા,
આદર સન્માન ભારોભાર,
વડીલ જેવી જેની માયા,
જ્ઞાન-ગોષ્ઠીનો છે ભંડાર
ભેગા કર્યા અનેક ગુણભાર,
નીરક્ષીરનું જ્ઞાન ધરાવે,
અટકેલાને મારગ બતાવે,
સદાય રહે સ્વસ્થ આપની કાયા,
કુદરતને એક જ માંગણી આયા.
