STORYMIRROR

Harry Solanki

Inspirational Children

4  

Harry Solanki

Inspirational Children

ઉત્તરાયણ

ઉત્તરાયણ

1 min
281

તું તારે કર્યા કર ખેંચાખેંચ,

અમે તો ઢીલ દેવામાં જ માનીએ,


હોય મોટો ફીરકો કે ભલે લચ્છો,

અમે તો ગૂંચ ઉકેલવામાં જ માનીએ,


કઠ્ઠણ તલના લાડુમાં ક્યાં છે એટલી મીઠાશ ?

અમે તો શબરીના બોર બનવામાં જ માનીએ,


તું તારે પાયા કર કાચ તારા માંજાને,

અમે તો બધાની ગૂંચ ઉકેલવામાં જ માનીએ,


તું તારે કાપ્યા કર સૌના પતંગો ભર દોરીએ,

અમે તો કોઇકની દોરીમાં લપેટાઈ જવામાં જ માનીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational