STORYMIRROR

Prachi V Joshi

Abstract Tragedy

3  

Prachi V Joshi

Abstract Tragedy

મોબાઈલના મહાસાગરમાં

મોબાઈલના મહાસાગરમાં

1 min
230

મોબાઈલના મહાસાગરમાં ઝંપલાવ્યું

પણ તરતા નહિ આવડ્યું

પહેલા તો કિનારે ગયા

હોડી હંકારતા નહિ આવડ્યું


મોબાઈલ મહાસાગરના

સોદાગર સાથે દોસ્તી કરી

ને અમે જીવનના અનુભવો

જીવવાનું માંડી વાળ્યું


હવે પાછું નાવડું લઈ સમદ્ર તરફ

લહેરોમાં નાવ ચલાવી

મોબાઈલ મહાસાગરમાં

વિશ્વ વ્યાપી જાળે અમને

મોટું માછલું સમજ્યા ને

એની જાળમાં એવા કર્યા કેદ


દુનિયા આખી માની છે

હવે પણ અમે નહિ માન્યા

અમે તો એકવીસમી સદીના ભાવિ યુવાનો

મોબાઈલના સોદાગરને દીધા દોષ

ને સોએ કાઢ્યો રોષ

મોબાઈલના મહાસાગરમાં જંપલાવ્યું

પણ તરતા નહિ આવડ્યું


Rate this content
Log in

Similar gujarati poem from Abstract