STORYMIRROR

Prachi V Joshi

Inspirational Others

3  

Prachi V Joshi

Inspirational Others

પ્રેમરસની આસ

પ્રેમરસની આસ

1 min
195

જ્યાં જોઉં ત્યાં શ્યામલ પગલે રિસાઈ ને બેઠી છે,

રાધાને માંગે છે વાંસલડીના સૂરની મીઠી ગુંજન.


જ્યાં વસે છે હ્રદય ધબકરમાં રામ નામની ધૂન,

એવા અંજનીના લાડકવાયા હનુમંત દસે દિશામાં શોધ્યા કરે છે રામકથાના રસપાન.


ભગત પ્રહલાદ રોજ બસે છે હોળીકાની ગોદમાં,

અને નરસિંહ અવતાર તારે છે હજુ એ બાળ.


કેટલા અવતારથી તારે છે ને પછી પાછું મારે છે પ્રેમરસનું બાણ,

એક વાર માંગવું છે મારે પણ પ્રેમનું રસપાન,


નથી જોઈતા પારસમણિ ને નથી પામવી કામધેનુ,

પામવા છે વાહલાના સહવાસને તેથી એ વધુ તેને પામવાની આસ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational