Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prachi V Joshi

Abstract Tragedy

3  

Prachi V Joshi

Abstract Tragedy

નિષેધ

નિષેધ

1 min
155


 સંસર્ગ નિષેધ છે, સંચારનો નિષેધ છે

 વાચાનો નિષેધ છે વાણીનો નિષેધ છે,

 શું આ રીતે બોલચાલનો નિષેધ છે ?


આચારને નિષેધ છે, વક્તવ્યને નિષેધ છે

વક્તાનો નિષેધ છે

શું આ રીતે વિચારોનો નિષેધ છે ?


વ્યાપારને નિષેધ છે, વાણિજ્યને નિષેધ છે

વ્યાપારીનો નિષેધ છે ચલણનો નિષેધ છે,

શું આ રીતે નાણાંનો નિષેધ છે ?


સ્પર્શને નિષેધ છે, પ્રેમને નિષેધ છે

લાગણીને નિષેધ છે

શું આ રીતે ચેતનાને નિષેધ છે ?


થવાનું તે થયું અને થાવા કાળે થવાનું 

તો આ નિષેધને ક્યારે થવાનો નિષેધ છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract