STORYMIRROR

Tirth Soni "Bandgi"

Abstract

3  

Tirth Soni "Bandgi"

Abstract

ઈનાયત છે

ઈનાયત છે

1 min
166

કર્મ ઈન્સાનની અમાનત છે,

વિશ્વ ઈશ્વર તણી અદાલત છે.


મીટ માંડી અણુ અણુ જુએ,

માફ કરશે તો એ શરાફત છે.


પ્રિય ને એ સતાવતો ક્યારેક,

કૃત્ય આવા કરે શરારત છે.


જો મળે દુ:ખ ડુંગરા જેવા,

માન તુજથી ઘણી મહોબ્બત છે.


બંદગી તું સમજ ગઝલ સર્જન,

તુજ વડે ઈશની ઈનાયત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract