STORYMIRROR

Aditi Desai

Abstract

3  

Aditi Desai

Abstract

મમ્મી એટલે

મમ્મી એટલે

1 min
246

ગુસ્સા સાથેનો પ્રેમ,

પ્રેમ સાથેનો ગુસ્સો,


મારી આંખનાં આંસુ 

એની આંખમાં આંસુ,


મારા મોઢાનું હાસ્ય, 

એના મોઢા પર હાસ્ય,


બોલી ને તો સૌ કહે પ્રેમ છે, 

નિભાવવામાં તો બસ એક તું,


હાલક ડોલક થતી નૈયા,

ને સુકાની એટલે તું,


વગર બોલે સમજે કે વાત શું છે,

એવી વ્યક્તિ એટલે તું. 


નિ:સ્વાર્થ પ્રેમની માત્ર સાક્ષી

એટલે તું.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Aditi Desai

Similar gujarati poem from Abstract