STORYMIRROR

Varsha Vora

Abstract Fantasy

3  

Varsha Vora

Abstract Fantasy

કર્મ

કર્મ

1 min
213

કર્મના નામે આ જીવને કેટલો તાવવો છે તારે ?

જીવનના દરેક પથ પર રઝળાવવો છે તારે ?

આ ભવની આંધળી દોટમાં આડેધડ ભગાવવો છે તારે ?

 

એને પૂછ તો ખરો, એને શું જોઈએ છે ?

 

એને તો વનવગડામાં વિના કારણ ફરવું છે.

કિલ્લોલ કરતા ઝરણાં સાથે ખળ ખળ વહેવું છે.

રાત્રીએ ચમકતા આગિયાઓની પૂંછનું અજવાળું ચોરવું છે.

 

અને તું ? જ્યાં ત્યાં કર્મોનો હિસાબ માંડે છે.

ના જાણે પેલા ચિત્રગુપ્તના ચોપડામાં શું આલેખે છે ?

 

જરાક તો ધીમો પડ, ભગવાન, થોડા તો ખમૈયા કર,

જે તને નડતા નથી એને શા સારુ નડે છે ?

 

એકના એક બિંબાઢાળ હિસાબ કર્મોના,

ફૂલડાં કાં ડૂબતા ને પથ્થરો કેમ તરતાં ?

 

કંઈક એમાં નવીનતા તો લાવ, 

રહે ભરોસો તારા પર તને ભજનારનો,

 

એવો કંઈક પરચો તો બતાવ.

કે હવે તો તારા અસ્તિત્વનો એક અહેસાસ દિલાવ.


આવ પ્રભુ આવ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract