Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Varsha Vora

Drama

3.5  

Varsha Vora

Drama

હું સજ્જ છું

હું સજ્જ છું

1 min
199


અજાણ્યો હતો તુંં અને મુંઝાય હું, કબૂલ છે,

આવ્યો અચાનક તુંં ને ઊંઘતો ઝડપાયો હું કબૂલ છે.


વિકરાળ તારા પંજા પ્રસરાવ્યાં તે માણસ જાત પર,

ન ડૉક્ટર, વૈજ્ઞાનિક કે સામાન્ય માણસ સમજ્યા તને,


ક્યાંથી આવ્યો તુંં અને ક્યાં જાય ? સૌ અવાચક 

ખરો પાખંડી, ન ઝાલ્યો ઝલાય કે ન પકડાય 


અવળચંડો તુંં કેવો ? પળપળ બદલે રૂપ,

કેમે કરીને ના આવે પકડમાં કેવો તે તું ભૂપ ?


નાંખી લગામ મેં, તોખાર ને વશમાં કર્યા વિકરાળ,

તું ના ફસાયો મારી ચાલમાં, બોલ કેવી નાખું જાળ ?


બહુ મોટી કિંમત ચૂકવી મેં, ભાઈ ભાંડુ ખોઈને 

પણ હવે અસ્ત્ર, શસ્ત્રથી તૈયાર હું સજ્જ થઈને.


થયા અમે સૌ એક આ માનવસૃષ્ટિને રક્ષવા,

કે હવે તને ભોગ કોઈનો ના દઈએ ભક્ષવા.


આ લડાઈ લગભગ હું હારી ગયો 'તો કબૂલ છે,

તોયે રાખમાંથી થયો ઊભો, બોલ તને કબૂલ છે ?


આવ તું આવ, હવે હું સજ્જ છું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama